ETV Bharat / bharat

અરબી સમુદ્રમાં દબાણના કારણે 'વાવાઝોડા તૂફાન'માં ઝડપી વધારો થવાની આગાહીઃ IMD - મહારાષ્ટ્રમાં વરસાદ,

IMDમાં વાવાઝોડાની પ્રભારી સુનીતા દેવીએ કહ્યું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ અને નજીકના મધ્ય પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે.

ETV BHARAT
અરબી સમુદ્રમાં દબાણના કારણે 'વાવાઝોડા તૂફાન'માં ઝડપી વધારો થવાની આગાહીઃ IMD
author img

By

Published : May 31, 2020, 4:34 PM IST

નવી દિલ્હીઃ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ઉપરના નીચા દબાણવાળું ક્ષેત્ર વાવાઝોડા તૂફાનમાં તીવ્ર બની શકે છે અને આવતા અઠવાડિયે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે આ માહિતી આપી છે. IMDમાં વાવાઝોડાના પ્રભારી સુનીતા દેવીએ કહ્યું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ અને નજીકના મધ્ય પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આવનારા 24 કલાકમાં વાવોઝોડાનું દબાણ વધતાં પરિસ્થિતિ ગંભીર થવાની શક્યાતા છે. આની ઉત્તર તરફ વધવા અને 3 જૂન સુધી ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે.

નીચા દબાણનું ક્ષેત્ર અને તણાવ IMDના 8 શ્રેણીમાં બીજા સ્તરે છે, જેનો ઉપયોગ વાવાઝોડાને તેની ચીવ્રતાના આધારે વર્ગીકૃત કરવા માટે કરવામાં આવે છે. હવામાન વિભાગે કહ્યું કે, દરિયાની સ્થિતિ ખરાબ થવાની છે અને માછીમારોને 4 જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.

2થી 4 જૂન દરમિયાન દક્ષિણ દરિયાકાંઠે મહારાષ્ટ્રમાં વરસાદ, 2-3 જૂનના રોજ ઉત્તરી દરિયાકાંઠે અને ગુજરાત, દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં જોરદાર વરસાદની આશંકા છે. IMDએ કહ્યું કે, અરબી સમુદ્રમાં અચાનક નીચું દબાણ થવાથી કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચોમાસાની શરૂઆત દરવર્ષે 1 જૂન અને મહારાષ્ટ્રમાં 10 જૂન આસપાસ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.