મુંબઇ: નાગરિકતા સુધારા કાયદો પાસ થઇ ગયો છે. જેની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. આ કાયદોની વિરુદ્ધમાં ઘણી ફિલ્મી હસ્તિયોએ સામેલ છે. આ યાદીમાં બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ, ફિલ્મ નિર્માતા મીરા નાયર, ગાયક ટી.એમ કૃષ્ણા, લેખક અભિતાભ ઘોષ અને ઈતિહાસકાર રોમિલા થાપર સહિત ભારતના રચનાત્મક અને બુદ્ધિજીવી વર્ગના 300થી વધારે લોકો અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટરનો વિરોધ કરી રહ્યાં છે.
13 જાન્યુઆરીએ ભારતીય સાંસ્કૃતિક મંચ પર એક નોટ રજૂ કરવામાં આવી હતી. જેમાં હસ્તાક્ષર કરનાર લોકોએ કહ્યું હતું કે, CAA અને NRCથી ભારતની આત્મા માટે ખતરો છે.
નોટમાં કહેવામાં આવ્યું છે કે, CAAની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી અને અન્ય પ્રદર્શનકારીઓની સાથે એકજુટતાથી તેમની સાથે છીએ. અમે તે લોકોનું સન્માન કરીએ છીએ. જે ભારતના બંધારણના સિદ્ધાતોની સાથે સમાજની વિવિધતા માટે અવાજ ઉઠાવી રહ્યાં છે.
નોટ પર લેખિકા અનીતા દેસાઇ, કિરણ દેસાઇ, અભિનેતા રતના પાઠક શાહ, જાવેદ જાફરી, નંદિતા દાસ, સમાજ શાસ્ત્રી, આશીષ નંદે કાર્યકર્તા સોહેલ હાશમીએ હસ્તાક્ષર કર્યા છે.
વર્તમાન સરકારની નીતિઓ અને કાર્ય વગર કોઇપણ સાર્વજનિક અથવા ખુલ્લી ચર્ચા વગર સંસદમાં પાસ થઇ જાય છે. જે ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે, જે મુસ્લિમ વિરોધી અને વિભાજનકારી નીતિયોનો બહાદુરીથી વિરોદ કરે છે. તે લોકોની સામે અમે ઉભા છીએ. જે લોકો લોકશાહી માટે વિરોધ કરે છે અને રસ્તા પર ઉતરે છે.