વડાપ્રધાને ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે દરિયાઈ માર્ગે જહાજ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત ભારત અને રશિયા ભેગા મળી અવકાશ ક્ષેત્રે કાર્ય કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.


વડાપ્રધાને અટલ બિહારી વાજપેયી સાથેની 2001ની તસ્વીર રજૂ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય વિદેશ પ્રવાસ માટે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે. બુધવારે વડાપ્રધાન મોદી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને ગુરુવારે વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આજે વડાપ્રધાન મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

વડાપ્રધાન મોદી ઈસ્ટર્ન ઈકૉનોમીક ફોરમમાં સંબોધન કરવાના છે. ઉપરાંત બિઝનેશ પેવેલિયનની પણ મુલાકાત લેશે. મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વીપક્ષિય ચર્ચા દરમિયાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને દેશ વચ્ચે નક્કી થયુ કે, અધિકારીઓ આ મુદ્દે સતત સંપર્ક કરી રહ્યાં છે. ભારત ઝાકીર નાઈકને પરત લાવવા પ્રયત્નો કરી રહ્યું છે.


વડાપ્રધાન મોદી અને જાપાનના PM શિંજો આબે વચ્ચે થયેલી મુલાકાત અંગે વિદેશ સચિવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે કેટલાય મુદ્દાઓ સંદર્ભે ચર્ચા થઈ છે. જાપાનના વડાપ્રધાનના આગામી ભારત પ્રવાસ અંગે પણ ચર્ચા કરાઈ હતી.
