મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે જાણકારી આપી કે, ભાજપે કિશન કઠોરેનું નામાંકન પરત લઇ લીધુ હતું. તેઓએ જણાવ્યું કે, રવિવાર સવારે સતાપક્ષે બધા જ લોકોની સાથે બેઠકમાં ભાજપે આ નિર્ણય લીધો હતો. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી હવે બિનબરીફ થશે.
જણાવી દઇએ કે બેઠકમાં સામેલ થવા પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત કેટલાક નેતા વિધાનસભા પહોંચ્યા હતાં.
ઉલ્લેનિય છે કે, મહારાષ્ટ્રમાં એક મહીનાથી રાજકીય દોર ચાલી રહ્યો છે, ત્યારબાદ શિવસેનાએ કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી અને શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ શુક્રવારે સાંજે મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતાં.
ત્યારબાદ શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્વવ ઠાકરેનું બહુમત પરીક્ષણ કરાયુ હતું. ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના, NCP અને કોંગ્રેસ ગઢબંધન સરકાર શક્તિ પરીક્ષણમાં પાસ થયા હતાં.
મહારાષ્ટ્રની 288 સભ્યની વિધાનસભામાં શનિવારે થયેલ ફ્લોર ટેસ્ટ સમયે ભાજપના 105 ધારાસભ્યએ વોક આઉટ કર્યુ હતું.
શનિવારે ભૂતપૂર્વ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રોટેમ સ્પીકરની નિમણુંક અને વિધાનસભામાં રાષ્ટ્રગાન નહીં થવા પર લઇને સવાલ ઉઠાવ્યો હતો.