આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભાજપ જ એવો પક્ષ છે, જે રામ મંદિરને બનાવવાની ક્ષમતા ધરાવે છે. લોકોને વિશ્વાસ છે કે બીજો કોઇ પણ પક્ષ રામ મંદિર બનાવી શકશે નહીં". આગળ વાતમાં રાવે જણાવ્યું કે,"ન્યૂ ઇન્ડિયામાં રામ મંદિર બનાવવું એ અમારો સંક્લ્પ છે. લોકો જલ્દીથી જલ્દી રામ મંદિરનું નિર્માણ ઇચ્છે છે અને તેઓ જાણે છે કે, મોદી સરકાર ટૂંક સમયમાં મંદિર બનાવડાવશે".
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો અદાલતમાં રામ મંદિર તરફીનો નિર્ણય નહીં આવે તો ભાજપ સરકાર શું કરશે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, રાજકારણમાં કાલ્પનિક પ્રશ્નોના જવાબ અપાતા નથી. અમે સો ટકા રામ મંદિર બનાવીને જ જંપીશું. રામ મંદિરના નિર્માણમાં અવરોધો અને મુશ્કેલીઓ વિશે શું કરવું, કેવી કરવું વગેરે બાબતોમાંથી બહાર નીકળવાની આવડત મોદી સરકારમાં છે.
રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવવા માટે તેમણે જણાવ્યું કે, ."આ બાબત અદાલતની વિચારણા હેઠળ છે. તેથી એવામાં કોઇ અધિનિયમ લાવી શકાતો નથી".
રાવને પૂછવામાં આવ્યું કે,ભાજપ માટે હિન્દુત્વનો વિકાસ એ જ મહત્વનો મુદ્દો છે.ત્યારે તેમણે જવાબ આપ્યો કે,વિકાસ વગર હિન્દુત્વ અધૂરું છે માટે વિકાસ હશે તો જ હિન્દુત્વ પરિપૂર્ણ થઇ શકશે.ગરીબી અને હિન્દુત્વ સાથે રહી શકતા નથી.માટે વિકાસ અમારા હિન્દુત્વનું અભિન્ન અંગ છે.હીન્દુત્વની વાત બાદ રાવેને પૂછ્યું કે,જો ભાજપ એવો દાવો કરે છે કે,નરેન્દ્ર મોદીએ મજબૂત સરકાર આપી છે.તો છતાં આંતકવાદ શા માટે વધી રહ્યો છે?ત્યારે તેમણે જણાવ્યું કે,આંંતકવાદ આખા વિશ્વની સમસ્યા છે.એમાં ભારત પણ બાકાત નથી.આ સમસ્યા કોંગ્રેસના શાસનમાં પણ હતી ભાજપમાં પણ છે,અને આગળ પણ રહેશે.મુદ્દો એ નથી કે આંતકવાદ છે,પણ મહત્વની વાત એ છે તમે આંતકવાદ સામે કેટલી કડકાઇથી વર્તો છો.આ વાતમાં મોદીથી શ્રેષ્ઠ કોઇ હોઇ જ ના શકે.