ભોપાલ: મધ્યપ્રદેશના જબલપુરમાં પોલીસના મારને કારણે સોમવારે 50 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું, જેના કારણે આ બનાવ બાદ 6 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અંગે પૂર્વ મુખ્યપ્રધાન કમનાથે એક વીડિયો શેર કરી આોરોપીઓને સજા અપાવવાની માગ કરી હતી.
પોલીસ અધિક્ષક ડૉ.સંજીવ ઉઇકેએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન 16 એપ્રિલની રાત્રે બંસી કુશવાહા નામના ખેડૂતને માર મારવાના આરોપમાં છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આગળ વાત કરતાં ઉઇકે જણાવ્યું હતું કે, જોકે આ ઘટના અંગે ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશન અથવા પોલીસ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી નથી. CSP કક્ષાના અધિકારીની તપાસ કરવામાં આવી રહી છે. ખેડૂતના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ખેડૂતે જે કર્મચારીઓનાં નામ લીધાં હતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું ઉઇકે જણાવ્યું હતું સાથે જ , શહેર પોલીસ અધિક્ષક (સીએસપી) ના પદના અધિકારી દ્વારા આ ઘટનાની તપાસ કરવા અંગેની માહિતી આપી હતી.
પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે વીડિયો ટ્વિટર પર શેયર કર્યો છે, જેમાં ખેડૂત તેને મારનારા પોલીસ કર્મચારીઓનું નામ લઈ રહ્યા છે. સાથે તે આરોપીઓને સજા અપાવવાની માગ કરી રહ્યા છે. તેઓ
વીડિયોમાં તેઓ કહે છે કે, બંસી કુશવાહા નામનો 50 વર્ષીય ખેડૂત ગાયને ખવડાવતો અને પાણી આપ્યા બાદ તેના ખેતરોમાંથી પાછો ફરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ અધિકાકરીઓએ આ ગરીબ ખેડૂતની આ ઘાતકી માર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. એટલે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.