ચૂંટણીઓ જીતી લેવા કોંગ્રેસે કેટલાક વચનો આપ્યા હતા. તે વચનો ઉપર બજેટ દરમિયાન જનતાનું ધ્યાન હશે.
- જન આયોગનું ગઠન કરી ભ્રષ્ટાચાર ડામવાનું વચન
- ખેડુતોનું વિજળી બિલ ઓછું કરવાનું વચન
- ખેડુતોનું દેવુ માફ કરવાનું વચન
- સામાજીક સુરક્ષા પેંશનને 300 થી વધારી 1000 કરવાનું વચન
- મહિલા સ્વ સહાય જુથનું દેવું માફ કરવાનું વચન
- કન્યાઓના લગ્ન માટે 51,000નું અનુદાન આપવાનું વચન
- દર મહિને દરેક પરિવારના એક બેરોજગાર યુવકને 10,000 રુપયા આપવાનું વચન
- માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 1 લાખ યુવાનોને નોકરી આપવાનુ વચન
- ઘરેલુ વિજળી બિલ 100 પ્રતી યૂનિટથી ધટાળી 1 પ્રતી યૂનિટ કરવાનું વચન
- તમામ પાકો અને કેટલાક શાકભાજી પર બોનસનું વચન
- દરેક માટે, ઘરના હકો અને ઘર વિનાના લોકોને 450 ચોરસ ફૂટ જમીન અથવા દોઢ લાખ રૂપિયા આપવાનું વચન
- સ્કૂલથી પી.એચ.ડી. સુધી નિઃશુલ્ક ભણતરનું વચન
- બોર્ડના પરીક્ષામાં 70 ટકા ગુણ મેળવે તેવા બધા વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનું વચન
- અનુસૂચિત જાતિના તમામ લોકોને જમીન અધિકાર આપવા માટેનુ વચન
- 60 વર્ષથી ઉપરના તેવા પત્રકારો જેઓ 25 વર્ષથી કામ કરે છે તે લોકો માટે રૂ. 10,000 પેન્શન આપવાનું વચન
- ઇન્દોર, ગ્વાલિયર અને જબલપુરમાં ટ્રાન્સપોર્ટ હબનું બનાવવાનું વચન
- રસ્તાનું કામ સમયસર પૂર્ણ કરવાની જવાબદારીને સુનિશ્ચિત કરવાનું વચન
- 70 ટકા ગુણ સાથે 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર આપવાનું વચન
- તમામ વિભાગોમાં જીલ્લા સ્તરની ભરતી સાથે બિન-રાજપત્રિત ત્રીજા કેટેગરી પોસ્ટના વિભાગીય ચૌથી કેટેગરીને જિલ્લા સ્તરની ભર્તી કરવાનુ વચન
આ કોંગ્રેસના વચનપત્રમા એ વાયદાઓ છે, જે રાજ્યની સરકાર બદલાઈ ગયા હોવાથી જનતાને પૂર્ણ થવાની આશા છે. હવે જાવાનું રહ્યું છે કે, વચન પત્રો દ્વારા આવેલી સરકાર વાયદા પૂરાં કરવા માટે નાણાંની રકમ પુરી પાડી શકે છે કે આજના યુગની રાજકારણની જેમ ખોટા સાબિત થશે.