મોતિહારી, બિહારઃ પૂર્વી ચંપારણ જિલ્લામાં આવેલા વિનાશક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. ઘણા ગામો ટાપુઓ બની ગયા છે. ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. સિકરહના નદીએ એવો વિનાશ સર્જયો છે કે એક ગામ ટાપુ બની ગયું છે અને ગામલોકો દોરડાની મદદથી ગામમાંથી બહાર નીકળવા માટે નદી પાર કરી રહ્યાં છે. તેમજ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. લોકો દરરોજ નદીના ઝડપી પ્રવાહને પાર કરતા હોય છે. ગામ લોકોને મોતની દરેક પળનો સામનો કરવો પડે છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા દિવસોથી પૂરના પાણીથી તકલીમાં છે. પરંતુ આજદિન સુધી કોઇ તેમને જોવા માટે આવ્યું નથી. જનજીવનને ભારે અસર પડી છે અને ઘરમાં પાણી આવી ગયું છે. પરંતુ તેમને કોઈ સરકારી સહાય મળી નથી. ગ્રામજન રાજેશ કુમારે જણાવ્યું હતું કે, પૂરના પાણીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને પાણી ઘરમાં આવી ગયું છે. કેટલાક લોકો ઘરે જ રહ્યાં છે અને કેટલાક લોકોએ રસ્તા પર આશ્રય લીધો છે. ભુષણ સાહે જણાવ્યું હતું કે, દોરડાની મદદથી આવવાનું જોખમ છે. ગામથી રસ્તા તરફ આવતા ઘણા લોકો નદીના ઝડપી પ્રવાહમાં વહી રહ્યાં છે.
સુગૌલી બ્લોકના ચિલઝપટીમાં વસ્તી પાંચસો લોકો રહે છે, ત્યાંથી સિકરહના નદી વહે છે. સિકરહ નદીનું પાણી આ ગામમાં ઘુસી ગયું હતું અને નદીનો પ્રવાહ ગામની આજુબાજુ વહેતો હતો. તરત જ કેટલાક લોકો ગામની બહાર આવી ગયા, જ્યારે કેટલાક લોકો ગામમાં જ રહ્યાં. ગામની બહાર આવેલા લોકો રસ્તા પર પ્લાસ્ટિકનો તંબુ બાંધીને જીવન જીવી રહ્યાં છે. જેના માટે ઘરેથી ખોરાક લાવવો ખૂબ મુશ્કેલ છે. માલ ખરીદવા માટે ગામલોકોને પણ ગામની બહાર નીકળવું પડે છે. જેના માટે તેમને દોરડાની મદદથી નદી પાર કરવી પડે છે. પરંતુ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ન તો બોટ અને ન લોકોને સુવિધા આપવામાં આવી છે.