તમિલનાડુના મામલ્લાપુરમ કૉવ રિસોર્ટમાં ભારત અને ચીનના પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા બાદ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક કલા પ્રદર્શન નિહાળ્યું હતું. એ સમયે બન્ને નેતાઓએ એક-બીજાને ગિફ્ટ પણ આપી હતી. PM મોદીએ જિનપિંગને એક રેશમની ખાસ સાડી ભેટમાં આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિવ શી જિનપિંગને એક સાડી ભેટ સ્વરૂપે આપી. આમાં સી જિનપિંગનો ચેહરો બનાવેલો છે. આ સાડીને કોયંબટૂરમાં તૈયાર કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ સાડી શ્રી રામલિંગા સૌદાંબિગઈ હેન્ડલૂમ વીવર્સ કૉ-ઓપરેટિવ દ્વારા બનાવવામાં આવી છે.
શી જિનપિંગે પણ PM મોદીને એક ભેટ સ્વરૂપે મોદીની તસ્વીર આપી છે.
બન્ને નેતાઓએ હેન્ડલૂમ અને કલાકૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું, મોદીએ આ પ્રદર્શન દરમિયાન શી ને ભારતની કલાકૃતિઓ અંગે માહિતગાર કર્યા.