નવી દિલ્હીઃ પોલીસની આંખોમાં મરચું નાખીને કસ્ટડીમાંથી ભાગી ગયેલો સંદીપ ઉર્ફે ઢિલ્લુને સ્પેશિયલ સેલ દ્વારા સિલિગુડીથી ધરપકડ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2018માં તે મૌલાના આઝાદ હોસ્પિટલમાં સારવાર કરાવાના બહાને જેલમાંથી આવ્યો હતો. ઢિલ્લૂ અહીંથી છટકી ગયો હતો. ફરાર થયા દરમિયાન સ્પેશિયલ સેલની ટીમે તેના દ્વારા કરાયેલા ગુનાહિત બનાવ અંગે પૂછપરછ કરી હતી.
મળતી માહિતી મુજબ હત્યા સહિત અનેક ઘટનાઓમાં સંડોવાયેલ સંદીપ ઉર્ફે ઢિલ્લૂ મંડોલી જેલમાં બંધ હતો. જેલમાં મોબાઇલનો ઉપયોગ કરીને તે બહારના કેટલાક સાથીદારો સાથે સંપર્કમાં હતો. તેણે પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનું કાવતરું રચ્યું હતું. તે મૌલાના આઝાદ હોસ્પિટલમાં દાંત દેખાડવાના બહાને પોલીસ સાથે ગયો હતો. ત્યાં હાજર તેના સાથીઓએ તેને પોલીસ કસ્ટડીમાંથી ભાગવામાં તેની મદદ કરી હતી. ભાગતી વખતે તેના સાથીઓએ ગોળીબાર કર્યો હતો અને પોલીસકર્મીની આંખોમાં મરચું ફેંક્યું હતું. છેલ્લા 2 વર્ષથી સંદીપ ફરાર હતો.
ફરાર આરોપીએ સંદર્ભે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ કામ કરી રહી હતી. આ દરમિયાન ઇન્સ્પેક્ટર ઉમેશ ભરતવાલની ટીમને બાતમી મળી હતી કે, સંદીપ ઉર્ફે ઢિલ્લૂ સિલિગુડીમાં છુપાયેલો છે. આ માહિતી પર, વિશેષ સેલની ટીમ સિલિગુડી પહોંચી હતી અને અહીંથી સંદીપની ધરપકડ કરી હતી. પોલીસ ટીમ તેને કસ્ટડીમાં લઈને દિલ્હી આવી રહી છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. સંદીપની પત્ની પ્રિયંકાએ આ વિશે એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં તેણે કહ્યું છે કે તે પતિ સંદીપ સાથે ફરવા માટે સિલિગુડી આવી હતી. અહીં તેના પતિને ઇન્સ્પેક્ટર ઉમેશ ભરતવાલ બજારમાંથી ઉપાડી ગયા છે. તેને ડર છે કે તેના પતિ સાથે કંઇક ખોટું થઈ શકે છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, સ્ટડીમાંથી છટકી ગયા પછી તેણે જીતેન્દ્ર ગોગી સાથે હાથ મિલાવ્યો હતો. જીતેન્દ્ર ગોગી ગેંગની સાથે તેમણે કેટલીક ગુનાહિત ઘટનાઓ પણ કરી છે. પોલીસથી બચવા તે હાલમાં સિલિગુડીમાં છુપાયો હતો. પરંતુ વિશેષ સેલને તેના વિશે માહિતી મળી હતી.