ETV Bharat / bharat

યુપીના ફિરોજાબાદમાં કિશોરીને ત્રણ યુવકે ઘરમાં ઘુસી મારી ગોળી

ઉત્તરપ્રદેશના ફિરોજાબાદમાં એક કિશોરીની ઘરમાં ઘુસી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

uttarpradesh
uttarpradesh
author img

By

Published : Oct 24, 2020, 1:38 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશના ફિરોજાબાદમાં એક કિશોરીની ઘરમાં ઘુસી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી તે વિસ્તારમાં ચકચાર મચી છે. રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ ત્રણ યુવકોએ કિશોરીના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. દરવાજાનો અવાજ આવતાં કિશોરીએ દરવાજો ખોલ્યો તો યુવકે ત્યાંજ તેને ગોળી મારી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આરોપીએ કિશોરીને આપી ધમકી

મૃતકના પિતાના જણાવ્યાનુસાર સ્કુલથી પરત ફરતી વખતે આરોપીએ કિશોરીને અપશબ્દો કહ્યાં હતા, જેનો વિરોધ કરતાં યુવકોએ કિશોરીને ધમકી આપી હતી. તો બીજી બાજુ પોલીસનું કહેવું છે કે કિશોરીના પિતાએ જેનુ નામ કહ્યું છે તેને પકડી પાડવા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી

આ ઘટનાની જાણકારી મળતાં પોલીસની ટીમ સાથે એસએસપી સચિન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ઘટનાસ્થળ પર એસએસપીએ પીડિત પરિવાર સાથે વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે મૃતક કિશોરીના પિતાએ જે ત્રણ આરોપીના નામ આપ્યા છે તેમને ઝડપી પાડવા પોલીસ ટીમનું ગઠન કરી દેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.