પાલઘર: મહારાષ્ટ્રના પાલઘરમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભાવાયા છે. સોમવારે રાત્રે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઇ હતી. સિસ્મોલોજી નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર પાલઘરમાં બપોરે 2.50 કલાકે આંચકા અનુભવાયા હતા. હાલમાં આ ભૂકંપથી કોઈ જાન-માલ હાનિ નોંધાઇ નથી.
આ આગાઉ 11 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સવારે ચાર કલાકની અંદર આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.2થી 3.6 માપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ડહાણુ અને તલાસરી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.