ETV Bharat / bharat

પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરતી વખતે પરપ્રાંતિય કામદાર થયો ભાવુક

author img

By

Published : May 16, 2020, 8:01 AM IST

લોકડાઉનના કારણે ફસાયેલા પરપ્રાંતિય મજૂર કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે. હાલ, એક એવા મજૂરની ઘટના સામે આવી છે, જે પોતાના દીકરાનું મોત થવાની ખબર સાંભળીને પોતાના ઘરે જવા માગતો હતો. પરંતુ દિલ્હી-યુપી બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યો હતો. બીજો કોઈ વિકલ્પ ન રાખતાં કામદાર તેના પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરતી વખતે તે તૂટી પડ્યો હતો.

Migrant worker
Migrant worker

ગાઝિયાબાદ: દેશમાં લાદવામાં આવેલા કોરોના વાઈરસથી ચાલતા દેશવ્યાપી લોકડાઉન વચ્ચે દેશભરના સ્થળાંતર કામદારોને મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો છે.

આ સમય એવો જેમાં દુઃખ અને વેદનાનો કોઈ અંત નથી. દિલ્હીના નવાડામાં મજૂર રામ પુકારની વધુ એક હ્રદયસ્પર્શી વાર્તા સામે આવી છે.

બિહારના બેગુસરાઇના રહેવાસી રામ પુકારે તેના પરિવારના સભ્યોએ તેમના આઠ મહિનાના પુત્રના મોત અંગેની જાણ કર્યા પછી ઘરે પાછા ફરવાનું નક્કી કર્યુ હતું. ત્યારે પોલીસે તેને દિલ્હી-યુપી બોર્ડર નજીક અટકાવી દીધો હતો. પોલીસે ગાજરપુર ફ્લાયઓવર નીચે ત્રણ દિવસ જમ્યા વગર પસાર કર્યા હતા.

તે પોતાના પરિવારના સભ્ય સાથે તેના ફોન પર વાત કરતી વખતે લાચારીની લાગણી અનુભવતો હતો અને તૂટી ગયો હતો. તેને રસ્તાની બાજુમાં રડતો જોઈને દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ તેના બચાવમાં આવ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલે તેની અગ્નિપરીક્ષા પૂર્વ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટને વર્ણવી હતી. ત્યારબાદ તેની વાત સાંભળી સૌએ તેની મદદ કરવાનું નક્કી કર્યું અને તેમના ગામ બેગુસરાઇ માટે રામ પુકારની ટિકિટ બુક કરાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.