માયાવતીની એક પછી એક રેલી
આપને જણાવી દઈએ કે, માયાવતીની પ્રથમ રેલી ગુરૂગ્રામના સોહનામાં છે. ત્યારબાદ ઝજ્જરમાં એક જાહેરસભાને સંબોધન કરશે. બસપા હરિયાણામાં 90માંથી 87 સીટ પર પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. જો કે, માયાવતી અગાઉ યમુનાનગર અને પાનીપતમાં ચૂંટણી સભાઓ કરી ચૂક્યા છે.
પોતાના દમ પર ચૂંટણી લડવાનો નિર્ધાર
અહીં ઉલ્લેખનીય છે કે, બસપા હરિયાણામાં પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં બસપા ઈનેલો સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારબાદ ઈનેલોથી અલગ થઈ દુષ્યંત ચૌટાલાની જેજેપી સાથે ઓગસ્ટમાં ગઠબંધન કર્યું હતું, પણ એક મહિનાની અંદર જ જેજેપી સાથે ગઠબંધન તોડી માયાવતીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન
આપને જણાવી દઈએ કે, 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની 90 સીટ પર ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.