ETV Bharat / bharat

રાજસ્થાનમાં મહિલાએ દોઢ વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા - suicide news

રાજસ્થાનમાં બાંસવાડામાં એક મહિલાએ પોતાની દોઢ વર્ષની દીકરી સાથે આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હાલ, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જેમાં મહિલાનો પરિવાર આ ઘટના માટે મહિલાના પતિને જવાબદાર ઠેરતા હોવાની સામે આવ્યું છે. જો કે, આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

રાજસ્થાન
રાજસ્થાન
author img

By

Published : Jul 16, 2020, 12:59 PM IST

રાજસ્થાનઃ બાંસવાડા અબાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવાર સાંજે એક હ્દય કંપાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાની દોઢ વર્ષની દીકરી સાથે ગળે ટૂપો દઈ આત્મહત્યા કરી છે. પરિવાર ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ચૂકયું હતું. પોલીસે મોડી રાત્રે મૃતદેહ મહાત્મા ગાંધી ચિકિત્સાલયની મોર્ચરીમાં રાખ્યો હતો. મહિલાના પરિવારે આ ઘટનામાં જમાઈને દોષી ઠેરવ્યો છે. હાલ આ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના આબાપુરા થાના અંતર્ગત આવેલા વિસ્તારમાં સાંજે એક 25 વર્ષીય મહિલાએ પોતાની બાળકી સાથે આપઘાત કર્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર, મનીષા નામની મહિલાનો પતિ કામ માટે બહાર ગયો હતો. તેના સાસુ-સસરા ખેતર ગયા હતા, ત્યારે તે બપોરના સમયે પોતાની નણંદની સાથે રોડ તરફ આવેલા ઘરમાં જમવા માટે ગયાં હતા, ત્યારબાદ મનીષા તેના બીજા ઘરે ચાલી ગઈ હતી. થોડા સમય બાદ જ્યારે તેની નણંદ મનીષાને મળવા તેના બીજા ઘરે પહોંચી ત્યારે મનીષાનો મૃતદેહ તેની દોઢ વર્ષની બાળકી સાથે પંખે લટકતો હતો.

મૃતક મનીષાના દેહને ઉતારનીને તેની પરિવારને ઘટનાની જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધી મા-દીકરી બંનેના મોત થઈ ચૂક્યા હતા. બાદ પરિવારે આ અંગે સ્થાનિકો પોલીસ મથકે આ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલીને મહિલાના સાસરી પક્ષ અને પિયરમાં પૂછપરછ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતકનો પિયરપક્ષ આ ઘટના માટે મહિલાના પતિની બેવફાઈ હોવાનું જણાવી રહ્યાં છે. જેના આધારે પોલીસે આ તરફેની પણ તપાસ શરૂ કરી છે.હાલ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.