સિંહે નાણાપંચ સમક્ષ રાખવામાં આવેલા વધારાના વિષયો અને રાજ્યો પર તેમના સંભવિત પ્રભાવ વિશે રાજધાની દિલ્હીમાં એક રાષ્ટ્રીય ચર્ચાગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડૉ. સિહે કહ્યું હતું કે, નાણાપંચના વિષય અને શરતોમાં ફેરફાર કરવા ઈચ્છે છે તો સાચી રીત એ છે કે, આ અંગે રાજ્યના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી તેમની સંમતિ લેવામાં આવે.
તેમણે વધુમાં આગળ જણાવ્યું કે, આવું નહીં કરતા એવો સંદેશો જાય છે કે, ધનની વહેંચણી મામલે કેન્દ્ર સરકાર રાજ્યોનો અધિકાર હડપવાની કોશિશ કરી રહી છે. મને લાગે છે કે, આપણે જે દેશની સંધીય નીતિ અને સહકારવાદી સંઘવાદની કસમ ખાઈએ છીએ, તેના માટે આ ઠીક નથી.
સિંહે આગળ ઉમેર્યું હતું કે, પંચનો રિપોર્ટ નાણામંત્રાલયમાં જાય છે. ત્યાર બાદ તેને મંત્રીમંડળમાં મોકલવામાં આવે છે. આવા સમયે હાલની સરકારને એ જોવું જોઈએ કે, રાજ્યના આયોગ પર એકપક્ષીય દ્રષ્ટિકોણ થોપવાની જગ્યાએ સંસદનો જે પણ આદેશ છે તેનું પાલન થાય.
અહીં ઉલ્લેખનીય ચે કે, 15માં નાણાપંચે રાજ્યોની વચ્ચે રાશિની વહેંચણીનો આધાર 1971ની બદલે 2011ની વસ્તીને ધ્યાને રાખી નિર્ણયમાં ફેરફાર કર્યો છે.
જોવા જઈએ તો, દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. એન. કે. સિંહની અધ્યક્ષતામાં 15માં નાણાપંતની રચના 27 નવેમ્બર 2017ના રોજ સ્થાપવામાં આવ્યું છે.
જેને પોતાની ભલામણો 30 ઓક્ટોબર 2019 સુધીમાં જમા કરાવાની હોય છે, જેને વધારીને 30 નવેમ્બર 2019 કરી દેવામાં આવી છે.