પટનાઃ બિહારની રાજધાની પટનામાં માનવતાને શરમ આવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લાચાર બીમાર વ્યક્તિ રસ્તા પર મદદ માંગે છે, પરંતુ આ કોરોના કાળમાં લોકો માનવતા ભૂલી ગયાં છે.
પટનામાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે, માનવતાને શરમ આવે તેવો વીડિયો બહાર આવ્યો છે. પટના સિટી બાયપાસ પોલીસ સ્ટેશન વિસ્તારના એનએચ -30 પર રસ્તાના કિનારે કોઈ અજાણ્યો શખ્સ પીડિત હતો. પરંતુ ત્યાંના સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓએ તેને મદદ કરી ન હતી.
એવું કહેવામાં આવે છે કે, કોરોનાના ડરને કારણે કોઈ પણ વ્યક્તિએ અજાણ્યા વ્યક્તિની મદદ કરી ન હતી. પટનામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને કારણે લોકો ભયભીત છે અને ડરી ગયા છે. તેથી જ કોઈ કોઈની મદદ માટે આગળ નથી આવી રહ્યું.
પરંતુ ત્યાં તૈનાત પોલીસકર્મીઓએ તબીબી ટીમને જાણ કરીને બીમાર વ્યક્તિને બચાવી શક્યા હોત. બાયપાસ પોલીસ સ્ટેશન નજીક હતું. તે છતાં પોલીસકર્મીઓએ મદદ કરી નહતી.