ETV Bharat / bharat

મતદાતાઓને સશક્ત, ગતિશીલ, સુરક્ષિત અને માહિતગાર બનાવવા - સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન

ભારત એક વિશાળ દેશ છે અને 90 અબજ જેટલા નોંધાયેલા મતદાતાઓ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. દેશની વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિને કારણે આપણા દેશમાં ચૂંટણીઓનું આયોજન, એક પ્રચંડ કાર્ય છે!

મતદાતાઓને સશક્ત, ગતિશીલ, સુરક્ષિત અને માહિતગાર બનાવવા

author img

By

Published : Jan 31, 2021, 7:22 PM IST

ભારત એક વિશાળ દેશ છે અને 90 અબજ જેટલા નોંધાયેલા મતદાતાઓ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. દેશની વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિને કારણે આપણા દેશમાં ચૂંટણીઓનું આયોજન, એક પ્રચંડ કાર્ય છે!

મત, બંદૂકની ગોળી કરતાં પણ વધુ મજબૂત હોય છે - અબ્રાહ્મ લિંકન

આ વર્ષે 25મી જાન્યુઆરી, 2021ના રોજ દેશ 10મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો. નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ)ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને, ખાસ કરીને નવા મતદાતાઓને નોંધણી માટે પ્રોત્સાહન આપવાનો, મદદરૂપ થવાનો અને નોંધણી વધારવાનો છે. દેશના મતદાતાઓને સમર્પિત એવા આ દિવસે, ચૂંટણીની પ્રક્રિયામાં સુમાહિતગાર બનીને ભાગ લેવા માટે જાગૃતિ ફેલાવવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઈતિહાસ ઃ

25મી જાન્યુઆરી, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ઈસીઆઈ) - ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. વર્ષ 1950માં દેશમાં ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યું હતું. પહેલો રાષ્ટ્રીય મતદાતા દિવસ 25મી જાન્યુઆરી, 2011ના રોજ ચૂંટણીપંચના સ્થાપના દિવસ તરીકે ઉજવાયો હતો. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આ દિવસની ઉજવણી અંગે કાયદા મંત્રાલયની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.

પાછલાં વર્ષોનાં વિષયવસ્તુ :

વર્ષવિષયવસ્તુ
2021મતદાતાઓને સશક્ત, ગતિશીલ, સુરક્ષિત અને માહિતગાર બનાવવા
2020વધુ મજબૂત લોકશાહી માટે ચૂંટણીલક્ષી સાક્ષરતા
2019કોઈ મતદાર છૂટવો ન જોઈએ
2018મૂલ્યાંકન કરી શકાય તેવી ચૂંટણીઓ
2017યુવાનો અને ભાવિ મતદાતાઓને સશક્ત બનાવવા
2016સમાવેશક અને ગુણવત્તાત્મક ભાગીદારી
2015સુગમ નોંધણી, સરળ ફેરફાર

તેની ઉજવણી કઈ રીતે થઈ રહી છે ?

દર વર્ષે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના મુખ્ય મહેમાન પદે નેશનલ વોટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2019માં દેશભરમાં છ લાખથી વધુ સ્થળો અને 10 લાખથી વધુ ચૂંટણી મતદાન કેન્દ્રોને આવરી લઈને ઉજવણી કરવામાં આવી હતી. નવા મતદાતાઓને મદદ પૂરી પાડવામાં આવી હતી અને તેમના ઈપીઆઈસી (ઈલેક્ટર ફોટો આઈડેન્ટીટી કાર્ડ) નેશનલ વોટર્સ ડેના સમારંભ સમયે તેમને આપવામાં આવ્યા હતા.

એસવીઈઈપી

નાગરિકો અને મતદાતાઓને મતદાન પ્રક્રિયા વિશે સુશિક્ષિત કરવા વિવિધ રીતો અને માધ્યમો તૈયાર કરીને બહુવિધ દરમ્યાનગીરીનો કાર્યક્રમ - સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન (એસવીઈઈપી) ઘડવામાં આવ્યો છે, જેથી મતદાનની પ્રક્રિયા અંગે તેમનામાં જાગરુકતા વધે અને તેમની ભાગીદારી વધે. એસવીઈઈપીની રચના રાજ્યની સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને વસ્તીને લગતી બાબતોને તેમજ ચૂંટણીના અગાઉના તબક્કાઓમાં મતદારોની ભાગીદારી તેમજ તેમાંથી મળેલા અનુભવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

વર્ષ 2019માં દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં મતદાતાઓનું મહત્ત્વ :

• લોક સભાની ચૂંટણી અથવા તો ભારતીય સંસદના નીચલા ગૃહની સામાન્ય ચૂંટણી વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયા તરીકે યોગ્ય રીતે જ ઓળખાય છે. મતદારોની વિરાટ સંખ્યા, પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓની સંખ્યા, સ્થપાયેલાં મતદાન મથકોની સંખ્યા અને મતદાન માટે વપરાતા મટિરિયલની માત્રા - આ તમામ અતિ વિશાળ હોય છે.

• 2019ની લોક સભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ 91 કરોડ મતદાતાઓ 32.87 લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા હતા. આ મતદારોમાં કેટલાક વિદેશમાં વસેલા મતદારો પણ સામેલ હતા, જેઓ દેશની ભૌગોલિક સરહદોથી બહાર હતા.

• દેશ કા મહા ત્યોહાર તરીકે ઓળખાતા ચૂંટણીની આ મહા યજ્ઞમાં 10 લાખથી વધુ મતદાન મથકોમાં ફેલાયેલા 91 કરોડ મતદાતાઓને આવરી લેવાયા હતા, જેઓ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો, પર્વતીય વિસ્તારો અને દુર્ગમ વિસ્તારો પણ સામેલ હતા. આશરે 120 લાખ ચૂંટણી અધિકારીઓને ચૂંટણીની પ્રક્રિયાના વ્યવસ્થાપનમાં રોકવામાં આવ્યા હતા.

• મતદાર યાદી 16 ભાષાઓમાં તૈયાર થઈ અને 120 લાખ કરતાં વધુ અધિકારીઓ ચૂંટણીમાં રોકાયેલા હતા. ચૂંટણી સાત તબક્કાઓમાં 11મી એપ્રિલથી 19મી મે, 2019 દરમ્યાન 39 દિવસોમાં યોજાઈ હતી.

• 10મી માર્ચ, 2019ના રોજ જાહેરાત દ્વારા ચૂંટણીનો આરંભ થયો હતો અને પરિણામો 23મી મે, 2019ના રોજ જાહેર કરાયા હતા.

• 2019ની લોક સભાની ચૂંટણીમાં ઉનાળાનો ધોમધખતો તાપ હોવા છતાં 61.3 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોએ પોતાનો મતાધિકાર વાપરવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કુલ મતદારોમાંથી 29.24 કરોડ મહિલા મતદારો હતા.

• 17 પ્રાંતોમાં પાછલી ચૂંટણી કરતાં વધુ મતદાન નોંધાયું હતું અને 11 પ્રાંતોમાં ઐતિહાસિક મતદાન થયું હતું. 18 પ્રાંતોમાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું. આને પગલે મતદાતાઓના લૈંગિક તફાવત ઘટીને 0.10 ટકા જેટલો નજીવો રહ્યો હતો.

• ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા માટે પ્રત્યેક મતદાન મથકે ઈવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરાયો હતો. 23.3 લાખ મતપત્ર એકમો, 16.35 લાખ કન્ટ્રોલ યુનિટ્સ અને 17.4 લાખ વીવીપેટ મશીનો ચૂંટણીમાં કાર્યરત બનાવાયાં હતાં.

• ચૂંટણીમાં 67.47 ટકા જેટલું વિક્રમી મતદાન થયું હતું,જે લોકસભાની પાછલી 2014માં યોજાયેલી ચૂંટણી કરતાં 1.03 ટકા વધુ હતું અને તેમાં પણ અત્યાર સુધીનો ઐતિહાસિક વિક્રમ નોંધાયો હતો. વર્ષ 2014ની સરખામણીએ મતદાતાઓની સંખ્યામાં 57 લાખનો વધારો થયો હતો.

વિશ્વભરમાં મહામારી વચ્ચે ચૂંટણીઓ

21મી ફેબ્રુઆરી, 2020થી 27મી ડિસેમ્બર, 2020 દરમ્યાન ઃ વિશ્વના ઓછામાં ઓછા 75 દેશોએ કોવિડ-19ને કારણે રાષ્ટ્રીય અને પ્રાંતિય ચૂંટણીઓ પાછી ઠેલવાનું નક્કી કર્યું હતું, જેમાંથી ઓછામાં ઓછા 40 દેશોએ રાષ્ટ્રીય ચૂંટણીઓ અને લોકમત પાછા ઠેલ્યા હતા;

ઓછામાં ઓછા 101 દેશોએ કોવિડ-19 સંબંધિત ચિંતા હોવા છતાં રાષ્ટ્રીય અને પ્રાંતિય ચૂંટણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો, જેમાંથી 79 દેશોએ રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી અને લોકમત યોજ્યા હતા; 49 દેશોએ શરૂઆતમાં કોવિડને કારણે પાછી ઠેલેલી ચૂંટણી યોજી હતી, જેમાંથી 27 દેશોએ રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી અને મતદાન યોજ્યાં હતાં.

(સ્ત્રોત ઃ ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટોરલ આસિસ્ટન્સ)

ભારતમાં આગામી ચૂંટણીઓ

દેશના ચૂંટણી પંચની સૌથી મોટી ચિંતા પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ વિશે છે..

બિહારની ચૂંટણીમાંથી મળેલી શિખ

પૂર્વીય રાજ્ય બિહારમાં વિધાનસભાની 243 બેઠકો માટે સાત કરોડ લોકો પોતાનો મતાધિકાર વાપરવા માટે સક્ષમ હતા. ત્રણ તબક્કામાંથી પહેલા તબક્કાનું મતદાન બુધવારે શરૂ થયું હતું અને મત ગણતરી 10મી નવેમ્બરે યોજાઈ હતી..

ચૂંટણી પ્રચારમાં લાગુ કરવામાં આવેલા કેટલાક નવા નિયમો :

1. ઉમેદવાર સહિત, પરંતુ સુરક્ષા અધિકારી સિવાય પાંચ લોકોનું જૂથ લોકોને ઘેરઘેર જઈને ચૂંટણી પ્રચાર કરી શકશે.

2. રોડ શો માટે પ્રત્યેક 10ના બદલે પાંચ વાહનો પછી વાહનોની કોન્વોયને તોડવી પડશે.

3. કોન્વોયના બે જૂથ પછી 100 મીટરના અંતરાલને બદલે અડધો કલાકનો અંતરાલ રહેવો જોઈએ

બિહારમાં મતદારનો મતાધિકાર સુનિશ્ચિત કરવાની સાથે તેનું સ્વાસ્થ્ય કેવી રીતે સલામત બનાવાયું?

પ્રત્યેક મતદાતા માટે માસ્ક પહેરવો ફરજિયાત થયું

પ્રત્યેક મતદાન મથકે મતદારનું શારીરિક તાપમાન માપવાની વ્યવસ્થા કરાઈ

નિયમિત સમયાંતરે મતદાન મથકોને જીવાણુમુક્ત કરવાં

સંપર્ક ઘટાડવા માટે ચૂંટણીને લગતી સામગ્રીનું વેચાણ નાબૂદ કરાયું

મતદાતાઓ માટે સાત કરોડ જેટલાં સિંગલ-યુઝ હાથમોજાં (ગ્લોવ્ઝ)ની વ્યવસ્થા કરાઈ.

સેનિટાઈઝેશન માટે મતદાન મથકો ઉપર સાબુ અને પાણી ઉપલબ્ધ બનાવાયાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.