મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે વિધાન પરિષદના સભ્ય તરીકે શપશ લીધાં છે. તેમની સાથે અન્ય આઠ સભ્યોએ પણ વિધાન પરિષદ તરીકે શપશ લીધાં છે.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પહેલી વાર વિધાયક બન્યાં છે. કોઈ પણ વિરોધ વગર વિધાન પરિષદના સભ્ય તરીકે તે ચૂંટાયા છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે 28 નવેમ્બરના રોજ શપશ લીધાં હતા. પરંતુ સમયે તે વિધાનસભાના સભ્ય નહોતા, કારણ કે ત્યારે તેમણે ચૂંટણી લડી નહોતી.
મહત્ત્વનું છે કે મુખ્યપ્રધાન બની રહેવા માટે વિધાનમંડળના કોઈ પણ એક સદનના સભ્ય બનવું જરુરી હોય છે. ઉદ્ધવ ઠાકેરની આ સમય મર્યાદા 27 મે એ પુર્ણ થઈ રહી હતી, અને આ પહેલા તેમણે કોઈ પણ એક સદનના સભ્ય બનવું આવશ્યક હતું.