મુંબઇ: મહારાષ્ટ્રના રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ચૂંટણી પંચને મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી બેઠકો પર ચૂંટણી યોજવા માટે વિનંતી કરી છે. રાજ્યપાલે ચૂંટણી પંચને આ બાબતે પત્ર લખ્યો છે.
મહારાષ્ટ્રમાં 24 એપ્રિલે વિધાન પરિષદની 9 બેઠકો ખાલી થઈ છે. પરંતુ ચૂંટણી પંચે કોરોના વાઈરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી મોકૂફ રાખી છે.
રાજ્યપાલે પત્રમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકારે લોકડાઉનમાં કંઈક રાહત આપી છે. મહેરબાની કરીને અમને જાણકરવામાં આવે કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હજૂ સુધી કોઈ ગૃહના સભ્ય નથી. મુખ્યપ્રધાન તરીકે ચાલુ રાખવા માટે તેમને 27 મે સુધીમાં કોઈ ગૃહના સભ્ય બનવું ફરજિયાત છે.
બોમ્બે હાઈકોર્ટમાં શુક્રવારે એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલને રાજ્ય વિધાન પરિષદ(એમએલસી)ના સભ્ય તરીકે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની નિમણૂંક કરવાની દરખાસ્ત પર કાર્યવાહી કરવા નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે.