મુંબઈઃ મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 92 નવા કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગેના મુંબઇના છે. જેથી રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 1660 કરતા પણ વધુ થઈ ગઈ છે. આ અગે આરોગ્ય વિભાગે ઉમેર્યું કે, માલેગાંવમાં અન્ય પાંચ, થાણેમાં ચાર, પનવેલ અને ઓરંગાબાદમાં બે, કલ્યાણ-ડિમ્બિવલી, વસઈ-વિરાર, પુણે, અહેમદનગર, નાસિક શહેર, નાસિક ગ્રામીણ અને પાલઘરમાં એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 1500થી વધી ગયા છે, ત્યારે રાજ્યના નવ જિલ્લા કોરોના વાઈરસથી મુક્ત થયા છે. ધુળે, નંદુબાર, સોલાપુર, પરભની, નાંદેદ, વર્ધા, ભાંડારા, ચંદ્રપુર અને ગડચિરોલીનો સમાવેશ થાય છે. જો કે, રાજ્યના 8 જિલ્લામાં કોરોનાના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોના સંક્રમણની મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે શુક્રવારે કોરોના સંક્રમણના 800થી વધારે કેસ સામે આવ્યા હતા. શુક્રવારે એક દિવસમાં 871 નવા કેસ સામે આવ્યાં હતાં. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 210 નવા કેસ મળ્યા હતાં.
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં 27 દિવસમાં કોરોનાના કેસ 100 ગણી ઝડપથી વધ્યાં છે. રાજ્યમાં 14 માર્ચના રોજ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 14 હતી, જે 10 એપ્રિલના રોજ વધીને 1574 થઈ ગઈ હતી.