શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સોમવારે ઓછી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સવારે 7.53 કલાકે રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરની સરહદે આવેલા ચંબા જિલ્લામાં નોંધવામાં આવ્યું હતું.