હૈદરાબાદઃ સમગ્ર દેશમાં 21 દિવસના લૉકડાઉનની વચ્ચે પુત્રથી છૂટા પડ્યા હોવા છતાં તેલંગાણાની 48 વર્ષીય મહિલાએ ત્રણ દિવસમાં લગભગ 1400 કિ.મીનું અંતર કાપીને આંધ્રપ્રેદશ પહોંચી હતી. પોતાના દિકરાને નેલ્લોરથી ઘરે પરત લાવવા માટે તેણે આ મુસાફરી કરી હતી.
રઝિયા બેગમ નિઝામાબાદની સરકારી શાળાની મુખ્ય શિક્ષિકા છે. જે સોમવારે સવારે સ્થાનિક પોલીસની પરવાનગી લીધી હતી. તે એકલા સ્કુટીમાં સવાર થઇને બુધવારે નેલ્લોર પહોંચી હતી અને તેના નાના પુત્ર સાથે પરત ફરી હતી. આ એક સાહસી માતાની કહાની છે, જે લૉકડાઉનની સ્થિતિમાં પણ પોતાના પુત્રને પરત લાવવા આટલી સહનશક્તિ સાથે 1400 કિ.મીનું અંતર કાપ્યું હોય.
એક મહિલા માટે ટુ-વ્હીલર પર સતત ત્રણ દિવસ મુસાફરી કરવી એ પણ મુશ્કેલ બાબત છે, પરંતુ પુત્રને પરત લાવવાનો નિર્ણયે તેના બધા જ ડરને દુર કર્યા અને તેણીએ આગળ જણાવ્યું કે, તેને રોટીને ડબ્બામાં પેક કરી હતી અને પોતાની મુસાફરી શરૂ કરી હતી. રાત્રે કોઇ ટ્રાફિક વગરનો, કોઇ માણસ વગરનો સુમસામ રસ્તો ખૂબ જ ભયાનક લાગતો હતો.
રઝિયા બેગમે કે જેમણે 15 વર્ષ પહેલા જ પોતાના પતિને ગુમાવ્યા હતા. રઝિયાને બે પુત્ર છે, જેમાં 1 એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અને 19 વર્ષના નિઝામુદ્દીન સાથે તે રહેતી હતી. જે ડૉક્ટર બનવાની ઇચ્છા રાખે છે.
નિઝામુદ્દીન તેના મિત્રને મુકવા 12 માર્ચે નેલ્લોરના રહમાતાબાદ ગયો હતો અને ત્યાં જ રોકાઇ ગયો હતો. તે દરમિયાન કોરોના વાઇરસ ફાટી નીકળવાથી સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને તે પરત ફરી શક્યો ન હતો.
રઝિયા બેગમ તેના પુત્રની વાત સાંભળીને કંટાળી હતી કે, તે ઘરે પરત ફરવા ઇચ્છે છે અને તેથી તેણીએ પોતે જ તેના દિકરાને પરત લાવવાનું નક્કી કર્યું હતું. રઝિયાએ મોટા દિકરાને મોકલ્યો નહીં, કારણ કે, તેને ડર હતો કે, પોલીસ તેની અટકાયત કરી શકે છે.
શરૂઆતમાં તેણીએ કાર લેવાનું વિચાર્યું પણ, અંતે તેણે પોતાનું ટુ-વ્હીલરમાં જવાનું જ પસંદ કર્યું હતું.
રઝિયા બેગમે જણાવ્યું કે, 6 એપ્રિલે સવારે તેણીએ પોતાની મુસાફરી શરૂ કરી હતી અને બીજા દિવસે બપોરે નેલ્લોર પહોંચી હતી. રઝિયા તે જ દિવસે પુત્ર સાથે પરત ફરી હતી અને બુધવારે સાંજે બોધન પહોંચી હતી.
વધુમાં તેણીએ જણાવ્યું કે, તેણે થોડી રોટલીઓ બાંધી અને મુસાફરી શરૂ કરી હતી. તે માત્ર પેટ્રોલ પંપે જ રોકાતી અને રસ્તામાં અમુક જગ્યાએ તેની તરસ છીપાવતી હતી.