પટના : કોરોના સંક્રમણના વધતા પ્રભાવને કારણે બિહારની રાજધાની પટનામાં 7 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, બિહારમાં એક સાથે કોરોનાના 749 કેસ સામે આવ્યા હતા. જેના પગલે સંક્રમિતોની કુલ સંખ્યા 13,725 પર પહોંચી છે.
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, સૌથી વધુ કેસ 235 પટનામાંથી મળી આવ્યા છે. તેના સિવાય બેગૂસરાયમાં 67, ભાગલપુરમાં 50, ગોપાલગંજમાં 61, નવાદામાં 36 અને સીવાનમાં 20 લોકો સંક્રમિત થયાનું સામે આવ્યું છે.
કિશનગંજમાં ત્રણ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરાઇ છે. આ આદેશ 7 જૂલાઇથી લાગુ થયો છે. આ લોકડાઉનમાં લોકોને જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે.