નવી દિલ્હીઃ કોરોના વાઈસસના સંક્રમણને અટકાવવાં દેશમાં લોકડાઉન-4 લાગુ કરવામાં આવ્યું છે. જોકે પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારે પોતાના રાજ્યોમાં 31 મે સુધી લોકડાનની અવધી વધારવાનો નિર્ણય કર્યો છે.
આજે દેશમાં લોકડાઉન 3.0 નો છેલ્લો દિવસ છે. દેશમાં લોકડાઉનની સ્થિતિને આશરે 50 જેટલા દિવસો થઈ ગયાં છે. એવામાં પંજાબ , મહારાષ્ટ્ર અને તમિલનાડુ સરકારે પોતાના રાજ્યોમાં 31 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાઈરસ ચેપી રોગ હોવાથી જો લોકો ઘરમાં જ રહે તો તેને ફેલાતોં અટકાવી શકાય છે. તેથી આ ત્રણેય રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોય તેવું બની શકે છે. પંજાબ સરકારે લોકડાઉનની અવધી વધારી છે, પરંતુ કર્ફ્યુમાં થોડી છુટછાટ આપવાની ઘોષણાં કરી છે.
હાલ પંજાબમાં કોરોના વાઈરસના 1946 કેસ, મહારાષ્ટ્રમાં 30,706 કેસ અને તમિલનાડુમાં 10,508 કેસ છે. જોકે તેમાંથી અનેક દર્દીઓએ સાજા થઈ કોરોનાને માત આપી છે.