ETV Bharat / bharat

સતત માસ્ક પહેરવાથી મોં પર થતા ઉઝરડાના ઉપચાર માટે સ્કીનકેર સ્પેશીયાલીસ્ટ શું કહે છે, જાણી લો...

author img

By

Published : Apr 7, 2020, 8:01 PM IST

Covid-19ની મહામારી સામે દુનિયાભરના હેલ્થવર્કર આગળ આવીને લડત આપી રહ્યા છે તેવામાં તેઓ વધુ ને વધુ સમય ફેસ માસ્ક પહેરવાની ફરજ પડે છે. હેલ્થ વર્કર સીવાય અન્ય કેટલાક લોકો પણ એ જ રીતે લાંબા સમય સુધી ફેસ માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે. આ માસ્ક વાયરસ સામે રક્ષણ આપવાની સાથે માસ્કને કારણે થયેલા પરસેવા અને માસ્કના નાક સાથેના સતત ઘર્ષણને કારણે ચામડીને નુકસાન પણ પહોંચાડે છે.

skincare specialist
માસ્ક પહેરવાથી મોં પર

ન્યૂઝડેસ્ક : પોતાના મોં પર ઉઝરડા સાથેની અનેક ડૉક્ટર અને નર્સની તસવીરો તાજેતરમાં આપણે જોઈ છે. આ ઉઝરડા કોઈ સાથેના ઝઘડાને કારણે નહી પરંતુ લાંબા સમય સુધી સતત માસ્ક પહેરવાને કારણે થયા હતા. ખાસ કરીને લાંબા સમય સુધી N95 માસ્ક પહેરવાને કારણે તેમના મોં પર ઉઝરડા પડ્યા હતા.

સ્કીન ઇન્ફેક્શનના એક્સપર્ટ લાંબા સમય સુઘી માસ્ક પહેરી રાખવાને જોખમી ગણાવે છે અને સાથે તેનો ઉપચાર કરવાની રીતો પણ બતાવી રહ્યા છે. Wound Care નામની જર્નલમાં હાલમાં થયેલા એક અભ્યાસના કેટલાક તારણો આપવામાં આવ્યા.

Covid-19ની મહામારી સામે દુનિયાભરના હેલ્થવર્કર આગળ આવીને લડત આપી રહ્યા છે તેવામાં તેઓ વધુ ને વધુ સમય ફેસ માસ્ક પહેરવાની ફરજ પડે છે. હેલ્થ વર્કર સીવાય અન્ય કેટલાક લોકો પણ એ જ રીતે લાંબા સમય સુધી ફેસ માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે. આ માસ્ક વાયરસ સામે રક્ષણ આપવાની સાથે માસ્કને કારણે થયેલા પરસેવા અને માસ્કના નાક સાથેના સતત ઘર્ષણને કારણે ચામડીને નુકસાન પણ પહોંચાડે છે.

યુનિવર્સીટી ઓફ હડર્સફિલ્ડના કેટલાક સ્કીનકેર એક્સપર્ટસ સતત માસ્ક પહેરવાને કારણે ઉભા થતા જોખમ તરફ ધ્યાન દોરી રહ્યા છે અને સાથે જ તેનો ઉપચાર પણ આપી રહ્યા છે.

‘ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીન ઇન્ટીગ્રીટી એન્ડ ઇન્ફેક્શન પ્રીવેન્શન’ ના ડીરેક્ટર પ્રોફેસર કરન ઔસી પણ સંશોધન કરનારી ટીમના ભાગ હતા. આ અભ્યાસમાં મેડીકલના સાધનો અને ખાસ કરીને માસ્કના લાંબા સમયના વપરાશ બાદ ઉભી થતી પરીસ્થીતિ પર સંશોધન કરવામાં આવ્યુ છે. આ સંશોધનના તારણો અને આ સમસ્યાથી બચવાના ઉપાયો ફેબ્રુઆરીમાં પ્રકાશીત થયા હતા.

ફેસ માસ્કને લાંબા સમય સુધી પહેરવાથી ચામડીને થતા નુકસાન વીશે હેલ્થકેર પ્રોફેશનલ્સ લાંબા સમયથી ચીંતા વ્યક્ત કરી રહ્યા છે.

પ્રોફેસર ઔસીના કહેવા પ્રમાણે, “માસ્કને પહેરનાર વ્યક્તિને થતો પસીનો માસ્કની અંદર જ ચામડી સાથે ઘર્ષણ પેદા કરે છે જે નાક અને દાઢીની ચામડીને નુકસાન પહોંચાડી શકે છે. આ ઘર્ષણના પરીણામે ચામડી પર ચીરા પણ થઈ શકે છે તેમજ તેમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે.”

પ્રોફેસર ઔસી આગળ કહે છે કે , “હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા પહેરવામાં આવતા માસ્ક તેમના મોં પર સંપુર્ણ રીતે ફીટ થતા હોવા જોઈએ. માટે જો હેલ્થકેર પ્રોફેશનલ પોતાના મોં પર ડ્રેસીંગ કરે તો બની શકે કે આ માસ્ક યોગ્ય રીતે તેમના મોંને ન ઢાંકી શકે...”

“માટે જ અમે સમયાંતરે માસ્કને મોં પરથી દુર કરવાની સલાહ આપીએ છીએ. માટે દર બે કલાકે દર્દીથી દુર જઈને માસ્કને કાઢીને ચામડીને સાફ કરવુ હિતાવહ છે.”

માસ્કનો લાંબા સમય સુધી વપરાશ કરી રહેલા કેટલાક સામાન્ય લોકો, જેવા કે દુકાનદારો અથવા અન્ય આવશ્યક સેવાઓમાં કામ કરતા લોકોને પણ પ્રોફેસર ઔસી સલાહ આપે છે કે જો તેમના માસ્કનુ તેમના ચહેરા સાથે ઘર્ષણ થતુ હોય તો તેમણે પણ પોતાના માસ્કને સમયાંતરે કાઢીને ચહેરાને સાફ કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.