રાજસ્થાનઃ ગુજરાતના ધારાસભ્યોને હાલ રાજસ્થાનના જયપુર સ્થિત એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ રિસોર્ટમાંથી મુક્તિ મળવામાંં હવે વધુ વિલંબ થઈ શકે છે. કારણ કે, કોંગ્રેસે એકપણ ઉમેદવારનું નામ પરત ખેંચ્યું નથી. હવે આગળની રણનિતી શું હશે? તે વાતનો જવાબ જાણવા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી મળશે તેવી ધારાસભ્યોને આશા છે. કોંગ્રેસ પાસે હાલમાં 68 ધારાસભ્યોનો સમુહ છે.
રાજ્યસભાની 1 બેઠક જીતવા માટે 35 મતની જરૂર છે. જો બંન્ને ઉમેદવારો ચૂંટણી લડશે, તો ધારાસભ્યોનો વધુ થોડા દિવસો જયપુરમાં રહેવું પડશે. જો કોંગ્રેસે એક ઉમેદવારનું નામ પરત ખેંચ્યું તો ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા રહેલી છે. જે કારણે તેમને રિસોર્ટમાં જ રાખવામાં આવે તેવી શકયતાઓ છે.
જો કોંગ્રેસે એક નામ પરત ખેંચ્યું હોત તો, આજ સાંજ સુધીમાં ધારાસભ્યો ગુજરાત જવા નિકળી જાય તેવી શક્યતાઓ હતી. જો કે, કોંગ્રેસે એક પણ નામ પરત ખેંચ્યું ન હોવાથી ધારાસભ્યોની ગુજરાત વાપસીનું સહસ્ય હજુ અકબંધ છે.