અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં જમીન સંપાદન કાર્ય ચાલુ છે. જેસીબીથી ખોદકામ થઈ રહ્યું છે, ત્યારે જમીનમાંથી દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ મળી રહી છે.
આ માહિતી વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આપી હતી. વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું હતું કે, 'અયોધ્યાના ડી.એમ.ની મંજૂરી બાદ શ્રી રામ જન્મસ્થાન ટ્રસ્ટની બાજુમાં શ્રી રામ જન્મસ્થળમાં ભાવી મંદિરના નિર્માણ માટે જમીન સંપાદનની કામગીરી ચાલે છે.' તેમણે જણાવ્યું કે, 'કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરતા મંદિરમાં કાર્ય ચાલી રહ્યું છે. ત્રણ જેસીબી, એક ક્રેન, બે ટ્રેક્ટર અને દસ મજૂર આ કાર્યમાં રોકાયેલા છે.'