રાંચી: રિમ્સમાં દાખલ લાલુ યાદવને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. કોરોનાને કારણે તેમની સલામતીને ધ્યાનમાં રાખીને, તેમને પેઇંગ વોર્ડમાંથી રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં ખસેડવામાં આવી રહ્યાં છે. આ અંગે લાલુ યાદવના ચિકિત્સક ઉમેશ પ્રસાદની સલાહ મુજબ, તેમને અન્ય બિલ્ડિંગમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.
લાલુ યાદવને શિફ્ટ કરવાની વહીવટી પરવાનગી મળી ગઈ છે. જે અંગે, રાંચી જિલ્લાના સિટી એસપી સૌરભ કુમારે રિમ્સના નિયામકના બંગલાનું નિરીક્ષણ કર્યું અને ત્યાંની સુરક્ષાની નોંધ લીધી હતી. સુરક્ષા તપાસી લીધા બાદ સિટી એસપી સૌરભ કુમારે માહિતી આપતા કહ્યું કે, લાલુ યાદવને શિફ્ટ કરવા પ્રશાસનને દરખાસ્ત આપવામાં આવી હતી. આ જોતા, તમામ સુરક્ષા મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
રિમ્સ મેનેજમેન્ટ અને રાજ્ય સરકારે ચેપના જોખમને લીધે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલુ યાદવને ડિરેક્ટર નિવાસ સ્થાને સ્થાનાંતરિત કરવાની ભલામણ કરી છે. હવે થોડી વહીવટી પ્રક્રિયા બાકી છે. જે ટૂંક સમયમાં લાલુ યાદવને ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં, બંગલામાં યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે.