હૈદરાબાદ: તેલંગણાના શહેરી વિકાસ પ્રધાન કે.ટી. રામા રાવે બુધવારે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના સફાઈ કાર્યકરો સાથે બપોરનું ભોજન કર્યુ હતું. આ કામદારો કોરોના વાઈરસ સામેની લડતમાં આગળ આપી યોદ્ધાની ભૂમિકા ભજવી રહ્યાં છે.
KTRએ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કાર્યકરો સાથે ભોજન કરી તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. આ અંગે KTRએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનો વાઇરસ સામે લડવામાં તેઓ ડૉક્ટર્સ અને પોલીસ અધિકારીઓ સાથે ઉભા છે. દરેક કાર્યકર સાથે વાતચીત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી.
કામદારોને સલામત રહેવા અને પોતાની ફરજ નિભાવતી વખતે તમામ સુરક્ષાની ખાતરી આપી હતી. KTRએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે વિશેષ પ્રોત્સાહન સાથે જીએચએમસી, ડીઆરએફ અને એન્ટોમોલોજી વિંગના કર્મચારીઓને સંપૂર્ણ પગાર ચૂકવવાના આદેશ કર્યો છે.