નવી દિલ્હીઃ વિશ્વવ્યાપી કોરોના વાઇરસ સંકટ ભારતમાં વધુ પ્રસરી રહ્યું છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 18 હજારને પાર પહોંચી છે. આ કડીમાં હવે રાષ્ટ્રપતિ ભવન પણ જોડાયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ સોમવારે રાષ્ટ્રપિત ભવનમાં એક કર્મચારીને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 125 પરિવારોને સુરક્ષિત રીતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
સ્વાસ્થય મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર તમામ લોકોને અનિવાર્ય રીતે એક-બીજાથી અલગ રહેવાની સલાહ આપી છે.