જમ્મુુ કાશ્મીરમાં લેવામાં આવેલા દરેક પગલાઓનો ઉદ્દેશ્ય લોકોની સુરક્ષા કરવાનો છે. હાલાત ધીરે-ધીરે સામાન્ય થઇ રહ્યા છે, રાજ્યપાલે પાકિસ્તાન પર ખોટો પ્રચાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, અમે લોકોની સુરક્ષા કરવામાં સફળ રહ્યા છીએ, એક મહિનાથી પણ વધારે સમય પસાર થયા બાદ પણ એક પણ ગોળી ચલાવવાની ઘટના સામે આવી નથી.
માનવઅધિકાર પરિષદના 42માં સત્રમાં પોતાના શરૂઆતના ભાષણમાં બૈચલેટે ભારત અને પાકિસ્તાન બંન્ને દેશોને નિષ્ચિત કરવાનું કહ્યું કે, કાશ્મીરના લોકોના માનવઅધિકારોંનું સમ્માન અને રક્ષણ કરવામાં આવે.
તેઓએ ઉમેર્યુ હતું કે સોપોરમાં એક પરિવાર પર આતંકવાદિયો દ્વારા ગોળીબારી હતાશાના કારણે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ, આ ઘટનામાં 2.5 વર્ષનું એક બાળક ઘાયલ થયું હતું.