ETV Bharat / bharat

કર્ણાટકઃ મંગળવારથી ચાલશે બસ, બધી ટ્રેનોને પરવાનગી, 4 રાજ્યોમાંથી લોકોને "નો એન્ટ્રી" - મહારાષ્ટ્ર

કર્ણાટકમાં 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડૂના લોકોને એન્ટ્રી મળશે નહીં. આ જાહેરાત મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કરી હતી.

Etv Bharat, Gujarati News, CM BS Yediyurappa
CM BS Yediyurappa
author img

By

Published : May 18, 2020, 3:35 PM IST

બેંગ્લુરૂઃ રાજ્યમાં 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડૂના લોકોને એન્ટ્રી મળશે નહીં. આ જાહેરાત મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કરી હતી. લોકડાઉન 4 દરમિયાન મળનારી છૂટની માહિતી આપતા સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે, આ ચાર પ્રદેશોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે, જેથી આ રાજ્યના લોકોને અત્યારે પ્રદેશમાં એન્ટ્રી મળશે નહીં.

આ સાથે જ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, મંગળવાર, 19 મેથી રાજ્યમાં બસની સેવાઓ શરુ કરવામાં આવશે. બસમાં સફર કરવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવો ફરજીયાત રહેશ. આ સાથે જ બીજા પ્રદેશોથી આવનારા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. પ્રદેશમાં ઓટો-ટેક્સીની સેવા પણ શરુ કરવામાં આવશે. આ ઉપરાંત સલુન પણ ખોલવામાં આવશે.

સમગ્ર પ્રદેશમાં રવિવારે લોકડાઉન રહેશે. એટલે કે, રવિવારે ન તો બસ ચાલશે અને ના તે કેબ. આ સાથે જ દુકાનો પણ ખુલશે નહીં. માત્ર આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 કલાક સુધી બધા જ પાર્ક ખોલવામાં આવશે. કન્ટેનમેન્ટ વિસ્તારને છોડીને અન્ય વિસ્તારોમાં અવર-જવર કરી શકાશે.

જો કે, 31 મે સુધી જીમ ખોલવાની મંજૂરી મળી નથી. સોમવારે મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં પ્રધાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તમામ બસો, બધી દુકાનો ખોલવામાં આવશે અને રાજ્યમાં આવતી તમામ ટ્રેનોને મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.