બેંગલુરુઃ કર્ણાટકના ઉડુપી જિલ્લામાં ફેલબુક પર ત્રણ તલાકનો મામલો સામે આવ્યો છે. જ્યારે એક શોહરે પોતાની બેગમને ફેસબુક પર પોસ્ટ કરી ત્રણ તલાક આપ્યા હતા. પોલીસને ફરિયાદ મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આરોપીનું નામ શેખ મોહમ્મદ સલીમ છે અને તે ઉડુપી જિલ્લાના શિરવા ગામમાં રહે છે. તેણે 2010માં નિકાહ કર્યા હતા અને પછી બેગમ અને દીકરી સાથે સાઉદ અરબના દમ્મમમાં રહેવા ગયો હતો. જ્યારે આરોપી મોહમ્મદ 3 ઓગસ્ટના રોજ પોતાની બેગમ અને દીકરીને દમ્મમમાં છોડી પર અન્ય સ્ત્રી સાથે મુંબઈ પરત ફર્યો હતો.
બાદમાં બેગમે શેખ મોહમ્મદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું કે, શેખ મોહમ્મદે મને ફેસબુકમાં ત્રણ તલાક આપતી પોસ્ટ શેયર કરી હતી.
જ્યારે શેખ મોહમ્મદ સલીમ મુંબઇથી શિરવા આવ્યો ત્યારે પોલીસને તેની ધરપકડ કરી હતી અને અદાલતમાં હાજર કર્યો હતો, જે બાદ અદાલતે તેને 21 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે.