મુંબઇ: કંગના રનૌતને બીએમસી તરફથી નોટિસ આપવામાં આવી છે. બીએમસીનું માનવામાં આવે તો કંગનાનું ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. કંગનાના ઓફિસ પર બીએમસી દ્વારા નોટિસ લગાડી દેવામાં આવી છે. બીએમસીનું માનવુ છે કે કંગનાના ઓફિસમાં અલગ તરીકેનું પાર્ટિશન કરવામાં આવ્યું છે. બાલકની ઓરિયાને રુમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણના નિયમોનું ઉલ્લઘન કરવામાં આવ્યું છે.
શિવસેના અને કંગના રનૌતના વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જુબાની યુદ્ધ જોવા મળ્યુ છે. હવે બીએમસીએ પણ કંગનાને શંકજામાં લીધી છે. મુંબઇ મ્યુનિસપલ કોર્પોરેશન એક્ટના સેકશન 354(A) મુજબ કંગના તેના ઘરેથી ઓફિસનું કોઇ પણ કામ કરી શકતી નથી. નોટિસમાં એવુ લખવામાં આવ્યુ છે કે 24 કલાકની અંદર, કંગનાએ તેની ઓફિસના કન્સટ્રક્શન અને રિનોવેશનથી સંબંધિત તમામ દસ્તાવેજો બીએમસીને સુપરત કરવાના રહેશે. બીએમસીએ સવારે 10.03 વાગ્યે કંગનાની ઓફિસની દિવાલ પર આ નોટિસ ચોંટાડી હતી.
શું કહેવામાં આવ્યુ છે નોટિસમાં
બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં ગેરકાયદે બાંધકામો અંગેની માહિતી શેર કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે ગ્રાઉન્ડ ફ્લોર પરના શૌચાલયને ગેરકાયદેસર રીતે ઓફિસના કેબીનમાં ફેરવવામાં આવ્યું છે. કિચનને ગેરકાયદેસર રીતે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર રૂમમાં ફેરવવામાં આવ્યુ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પેન્ટ્રી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે.
આ ઉપરાંત પહેલા માળે આવેલા રૂમને ગેરકાયદેસર રીતે વહેંચવામાં આવ્યો છે. પહેલા માળે પૂજા ઘર પણ ગેરકાયદેસર રીતે પાર્ટિશન કરવામાં આવ્યુ છે. પહેલા માળે ગેરકાયદેસર રીતે શૌચાલયો બનાવવામાં આવ્યા છે. બંગલા નંબર 4 અને બંગલા નંબર પાંચને બીજા માળની દિવાલો તોડી ગેરકાયદેસર રીતે જોડી દેવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારની પોઝિશન પણ બદલાતી હોવાનું જાણવા મળ્યું છે.
આ સિવાય કંગનાને ચેતવણી પણ આપવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓએ 24 કલાકમાં બિલ્ડિંગના નિર્માણથી સંબંધિત તમામ દસ્તાવેજો બતાવવાના રહેશે. જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જાય તો તેમની સામે કલમ 354 એ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓફિસની અંદર વપરાતી મશીનો અને અન્ય વસ્તુઓ પણ હટાવી લેવામાં આવે.