તેલંગણામાં વિશ્વનું સૌથી મોટું બહુસ્તરીય લિફ્ટ સિંચાઈ યોજના છે. કાલેશ્વરમ યોજનાનો શુક્રવારથી પ્રારંભ થયો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ,આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી તથા તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે સૌથી મોટી સિંચાઈ યોજનાનું એક સાથે ઉદધાટન કર્યુ હતુ.
તેલંગાણાની કાલેશ્વરમ લિફટ સિંચાઈ યોજના વિશ્વના સૌથી અલગ અને અજાયબી પ્રોજેક્ટ છે. આ યોજનાને એન્જિનિયરિંગનું અદભુત નમૂનો માનવામાં આવે છે. આ યોજનાથી ગોદાવરી નદીના પાણીને 618 મીટર ઉપર સુધી લઇ જવામાં આવશે. સાત લીંકમાં આ યોજના પૂર્ણ થશે. તેલંગાણાની ગોદાવરી નદીથી અડધા કિલોમીટર ઊંચાઈ પર છે.
આ યોજના પુર્ણ થતાં જ તેલંગણાની પાણીની સમસ્યા દુર થશે. પીવાના પાણીથી લઇને સિંચાઈ અને અલગ-અલગ ઉદ્યોગોને પાણી મળી રહેશે. એક અનુમાન મુજબ રાજ્યના 13 જિલ્લાઓ 37 લાખ એકર જમીનની સિંચાઈ શક્ય થશે.