શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં ફરી એક વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હોવાના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શનિવારે સવારે પણ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન ભારતીય સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આપને જણાવી દઈએ કે, આ એન્કાઉન્ટર સેના દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થયું હતું.