નવી દિલ્હી: અભિનેત્રી જયા બચ્ચને રાજ્યસભામાં નામ લીધા વગર ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકો આ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવે છે, પૈસા કમાય છે અને તેને બદનામ પણ કરે છે.
જયા બચ્ચનના નિવેદન પછી ભાજપના સાંસદ રવિ કિશને કહ્યું કે, 'મને આશા હતી કે જયાજી મારી વાતને સમર્થન આપશે.' તેમને કહ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગમાં દરેક લોકો ડ્રગનું સેવન કરતા નથી, પરંતુ જેઓ કરે છે તે વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગને સમાપ્ત કરવાની યોજનાનો એક ભાગ છે.
આપને જણાવીએ કે સંસદમાં રવિ કિશને ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના સેવન પર નિવેદન આપ્યું હતું. જેને લઈ જયા બચ્ચને તેમના પર હુમલો કરી કહ્યું હતું કે જીસ થાલી મે ખાતે હૈ, ઉસ હી મે છેદ કરતે હૈ. જયા બચ્ચનના આ નિવેદન પર રવિ કિશને વળતી પ્રતિક્રિયા આપી હતી.
વધુમાં રવિ કિશને કહ્યું, 'જ્યારે જયાજી અને હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાયા હતા, ત્યારે પરિસ્થિતિ આ આવી નહોતી, પરંતુ હવેની સ્થિતિ જોઈને લાગે છે કે આપણે તેને બચાવવાની જરૂર છે.
મંગળવારે ગોરખપુરના સાંસદ રવિ કિશને ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો.