શ્રીનગર: ગત વર્ષે 5 ઓગસ્ટ બાદથી પ્રિવેન્ટિવ કસ્ટડીમાં રાખવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન- ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી વિરૂદ્ધ પબ્લિક સેફ્ટી એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે.
આ એક્ટ લગાવ્યા બાદ બન્ને નેતાઓને ટ્રાયલ વિના 3 મહિના સુધી જેલમાં રાખવામાં આવી શકે છે. સાથે જ બન્ને નેતાઓની નજરબંદીમાં પણ વધારો કરવામાં આવશે.
આ ઉપરાંત અન્ય ત્રણ નેતાઓ પર પણ PSA લાગૂ કરવામાં આવ્યો છે, આ ત્રણ નેતાઓમાં નેશનલ કૉન્ફ્રેન્સના નેતા અને પૂર્વ પ્રધાન અલી મોહમ્મદ સાગર, નેશનલ કૉન્ફ્રેન્સના પૂર્વ ધારાસભ્ય બશીર અહમદ વીરી અને પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના માતા સરતાજ મદની પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, તેમના 6 મહિનાની પ્રિવેન્ટિવ કસ્ટડી ગુરૂવારે પૂર્ણ થઇ છે.