અમિત શાહે મોટી જાહેરાત કરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંનેને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરતાની સાથે જ વિપક્ષે રાજ્યસભામાં ધમાલ થઈ હતી. હવેથી જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે.
સોમવારે નરેન્દ્ર મોદી સરકાર તરફથી જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગર કેન્દ્ર શાસિતનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભા રહેશે.