ETV Bharat / bharat

RSSના ઈતિહાસમાં પ્રથમ વખત 11 ઝોનમાં રાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠક યોજાશે

author img

By

Published : Oct 8, 2020, 10:08 AM IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કારોબારી બોર્ડની આગામી બેઠકમાં કોવિડ -19 રોગચાળાના કૃષિ બિલ, આજીવિકા, અર્થતંત્ર અને શિક્ષણ પર કોરોના વાઈરસની અસર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.આ બેઠક અમદાવાદ, ભોપાલ, ભુવનેશ્વર, જયપુર, પ્રયાગરાજ,પટના, ગુવાહાટી, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, પલક્કડ અને હૈદરાબાદમાં મળશે.

COVID-19
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

નવી દિલ્હી: કોરોના વાઈરસને લઈ સ્વાસ્થય મંત્રાલયના દિશા નિર્દેશો અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંધે રાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠકનું સ્વરૂપ બદલી નાખ્યું છે. પ્રથમ વખત 11 સ્થાનો પર આ બેઠક યોજાશે. અત્યારસુધીમાં રાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠક દશેરા બાદ એક જ સ્થાન પર થઈ રહી હતી.

આ વખતે બેઠકમાં કૃષિ બિલ સહિત કોરોનાથી અર્થ વ્યવસ્થા અને લોકોની આજીવિકા પર પડી અસર પર ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા માર્ચમાં એક બેઠકને રદ્દ કરવામાં આવી હતી. સંધના વરિષ્ઠ પદ્દાધિકારીએ જણાવ્યું કે, આ વખતે દશેરા બાદ રાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠક ઓક્ટોબરના અંતિમ સપ્તાહથી શરુ થઈ નવેમ્બર સુધી ચાલશે. દિવાળી દરમિયાન બેઠક થશે નહી.

આવનારા કેટલાક દિવસોમાં બેઠકોનું સંપુર્ણ કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. આ બેઠક અમદાવાદ, ભોપાલ, ભુવનેશ્વર, જયપુર, પ્રયાગરાજ,પટના, ગુવાહાટી, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, પલક્કડ અને હૈદરાબાદમાં મળશે.આરએસએસના સરસંઘચાલક ડૉ મોહન ભાગવત, સુરેશ ભૈય્યાજી જોષી બધી જ બેઠકમાં સામેલ થશે. દરેક રાજ્યથી 6 થી 7 પ્રતિનિધિ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં 350 લોકો સામેલ થાય છે, પરંતુ કોરોના મહામારીને લઈ બેઠકમાં 30-40 લોકો સામેલ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.