ISRO ચીફ કે સિવને કહ્યુ કે, આગામી વર્ષ માટે અમે કેટલાક અન્ય મિશન પર કામ કરી રહ્યા છીએ. ચંન્દ્રયાન-3ની તૈયારીઓ પણ કરી રહ્યા છીએ. આ અમારી સફળતા નહિ પરંતુ દેશ માટે એક અનુભવ બનીને ઉભરી આવ્યુ છે. એમણે કહ્યુ કે, આગામી સમયે ચંદ્રમાં પર આ વખત કરતા વધારે જીત મેળવી શકે.
ISRO ચીફે દિક્ષાંત સમારોહમાં કહ્યુ કે, વિદ્યાર્થીઓએ ક્યારેય પણ એ ન વિચારવું જોઈએ કે તેનું ભણતર પુરુ થયા બાદ તે પુરા સક્ષમ થઈ ગયા છે.વધુમા જણાવ્યુ કે, અનુભવ સૌથી મોટો શિક્ષક છે એટલે જીવનભર અનુભવ કરતા રહેવાં જોઈએ.