નવી દિલ્હીઃ ઇશરત જહાંની દિલ્હી પોલીસને ચાર્જશીટ રજૂ કરવામાં સમય માંગતી અરજી ને પડકારતી અરજી પર કોર્ટે ગત 20 જુલાઇના રોજ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે સમયની માગને વ્યાજબી ગણાવતા ઇશરત જહાં ની અરજી ફગાવી દેવાની માગ કરી કોર્ટનો સમય વેડફાઇ રહ્યો છે તેમ જણાવ્યું હતું.
ગત 24 જૂને હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. ઇશરત જહાં તરફથી તેમના વકીલ મનુ શર્મા અને લલિત વાલેચા એ પટિયાલા હાઉસે આપેલા એ ચુકાદા રોક લગાવવાની માગ કરી હતી જેમાં દિલ્હી પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે આ લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન છે. તાત્કાલિક અને નિષ્પક્ષ ન્યાય મેળવવો એ દરેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે.
સ્પેશિયલ સેલે દિલ્હી હિંસા મામલે કાવતરુ રચવાના આરોપમાં UAPA હેઠળ FIR દાખલ કરી હતી. આ મામલે ઇશરત જહાં, ખાલિદ સૈફી, સફૂરા ઝરગર, ગુલ્ફીશા ફાતિમા, નતાશા નરવાલ , દેવાંગન કલિતા અને તાહિર હુસૈન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે.