નાગરિકતા બિલ વિરુદ્ધ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ સહિત શહેરોમાં હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પ્રદર્શનને કાબુમાં લેવા માટે વિવિધ શહેરોમાં ઈન્ટરનેટની સુવિધા બંધ કરવામાં આવી છે.
ગાઝિયાબાદમાં સ્થિતિ સામાન્ય છે. તેમ છતાં ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસને 19 ડિસેમ્બરના રાત્રિના 10 વાગ્યાથી 20 ડિસેમ્બર રાત્રિના 10 કલાક સુધી શહેર અને તમામ ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટની સેવા 24 કલાક માટે બંધ કરવામાં આવી છે.
ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસને નાગરિકતા સંશોધનના કાયદા વિરુદ્ધ પ્રદર્શનની જાણકારી મળી હતી. ત્યારે અનિછનિય બનાવ ન બને તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.