ETV Bharat / bharat

અયોધ્યાઃ રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે આતંકવાદી હુમલાનું કાવતરું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ - આઈએસઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ દરમિયાન ભૂમિ પૂજનના દિવસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ(ISI)એ ભારતમાં મોટા આતંકવાદી હુમલા માટે કાવતરું રચ્યું છે. આઈએસઆઈએ પાકિસ્તાની આતંકીઓને તાલીમ આપીને ભારત મોકલ્યા છે. આ કાવતરાનો ઘટસ્ફોટ થયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

intel-warns-of-possible-terror-attack-in-ayodhya-on-august-5
અયોધ્યાઃ રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે આતંકવાદી હુમલાનું કાવતરું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
author img

By

Published : Jul 28, 2020, 6:28 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ દરમિયાન ભૂમિ પૂજનના દિવસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ(ISI)એ ભારતમાં મોટા આતંકવાદી હુમલા માટે કાવતરું રચ્યું છે. આઈએસઆઈએ પાકિસ્તાની આતંકીઓને તાલીમ આપીને ભારત મોકલ્યા છે. આ કાવતરાનો ઘટસ્ફોટ થયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આઈએસઆઈ(ISI)એ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને અફઘાનિસ્તાનમાં ખાસ આતંકવાદી હુમલા માટે તાલીમ આપી છે. ભારતની સૌથી મોટી ગુપ્તચર એજન્સી રૉ(RAW)એ કહ્યું છે કે, આઈએસઆઈએ 3થી 5 આતંકવાદીઓને ભારત મોકલ્યા છે. એટલું જ નહીં, આ આતંકવાદીઓના નિશાના પર 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ પણ છે.

આ ખુલાસા પછી, રૉ(RAW) સહિત ભારતની તમામ એજન્સીઓની ટીમોને અયોધ્યા અને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આઈએસઆઈ(ISI)એ આતંકીઓના દરેક જૂથને અલગથી હુમલો કરવા જણાવ્યું છે. રૉ(RAW)ના આ અહેવાલમાં દેશના ઘણા વીવીઆઈપી આ આતંકવાદીઓના નિશાના પર છે. માહિતી મુજબ આતંકવાદીઓના ઘણા સમૂહ ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને કેટલાક સમૂહ મોકલવાની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાને ભારતમાં સૌથી મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું છે.

પીએમ મોદી 5 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ પછી પીએમ મોદી રામ જન્મભૂમિ માટે રવાના થશે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સંતો સહિત કુલ 200 મહેમાનો ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.