નવી દિલ્હીઃ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનીષ સિસોદિયા, વારિસ પઠાણ, અકબરુદ્દીન ઓવૈસી, મહેમૂદ પ્રાચા અને અમાનુલ્લાહ ખાન વિરુદ્ધ એફઆઇઆર નોંધાવાની માંગ સાથે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરાઇ છે.
SITની રચના કરી તપાસની કરાઇ માંગ
આ અરજી લાયર્સ વોઇસ નામની સંસ્થા દ્રારા કરવામાં આવી છે. વકીલ અર્ચના શર્મા દ્રારા દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, આ નેતાઓના ભડકાવ ભાષણની તપાસ માટે SITની રચના કરવામાં આવે. અરજીમાં કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ કમિશ્નરને પક્ષકાર બનાવવામાં આવ્યાં છે. અરજીમાં જણાવાયું છે કે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા હતા.
અકબરૂદ્દીન ઓવૈસી, અસદુદ્દીન ઓવૈસી અને વારિસ પઠાણની સામે એફઆઇઆર નોંધવાની માંગ કરતી બીજી અરજી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી હિન્દુ સેના દ્રારા કરવામાં આવી છે. હિન્દુ સેનાના હર્ષ માંદરની અરજીમાં પક્ષકાર બનવાની પણ માગ કરાઇ છે.