નવી દિલ્હી: ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે ચોથા તબક્કાની વાતચીત ચાલી રહી છે. ભારતીય સેનાએ ગુરુવારે કહ્યું કે, પૂર્વ લદ્દાખમાં સૈન્યને સંપૂર્ણ પીછેહઠ કરવાની પ્રક્રિયા જટિલ છે અને તેને માટે સતત વેરિફિકેશન કરવું જરૂરી છે.
સેનાએ જણાવ્યું કે, ભારત અને ચીન સેનાના વરિષ્ઠ કમાન્ડરોએ પૂર્વી લદ્દાખમાં પ્રથમ તબક્કામાં કરેલી વાતચીત અંતર્ગત સૈનીકોને હટાવવાની સમીક્ષા કરી હતી અને આ ક્ષેત્રમાંથી સૈન્યને સંપૂર્ણ પીછેહઠ કરવા માટે આગળની ચર્ચા કરી હતી.
કમાન્ડરો વચ્ચેના સંવાદનો ચોથો તબક્કો મંગળવારે સવારે 11 વાગ્યે LACની ભારતીય સરહદની અંદર, ચૂશુલમાં એક સુનિશ્ચિત મીટિંગ સાઇટ પર શરૂ થઇ હતી. આ બેઠક બુધવારે સવારે 2 વાગ્યા સુધી ચાલી હતી. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "વરિષ્ઠ કમાન્ડરોએ પૂર્વી લદ્દાખમાં એકાંતના પ્રથમ તબક્કાની પ્રગતિની સમીક્ષા કરી હતી અને આ વિસ્તારમાંથી સૈન્યને સંપૂર્ણ પાછા હટવાના પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી."
ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેહ ખાતે 14 મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ દક્ષિણ ઝિંજિયાંગ લશ્કરી ઝોનના કમાન્ડર મેજર જનરલ લિયુ લિન કરી રહ્યા હતા.