નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે 2+2 પ્રધાન સ્તરીય વાર્તા હૈદરાબાદ હાઉસમાં ચાલી રહી છે. આ વાર્તામાં અમેરિકી તરફથી વિદેશ પ્રધાન માઈક પૉમ્પિઓ અને અમેરિકી રક્ષા સચિવ માર્ક ટી એસ્પર શામેલ છે. જ્યારે ભારત તરફથી રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ સચિવ એસ જયશંકર સામેલ છે. જાણકારી મુજબ હૈદરાબાદ હાઉસમાં બંન્ને દેશો વચ્ચે આ બેઠક ચાલી રહી છે.
વિદેશ પ્રધાન કેટલાક વિષયો પર કરશે ચર્ચા અને મંથન
આ પહેલા હૈદરાબાદ હાઉસમાં અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને અમેરિકી રક્ષા સચિવ માર્ક ટી એસ્પર હૈદરાબાદ હાઉસમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ વાર્તામાં બંન્ને દેશોના રક્ષા અને વિદેશ પ્રધાન કેટલાક વિષયો પર ચર્ચા અને મંથન કરશે. આ દરમિયાન બંન્ને દેશો વચ્ચે સુરક્ષા વિદેશ નીતિ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર નિર્ણય લઈ શકાશે.
અમેરિકી પ્રધાનની યાત્રા દરમિયાન બીઈસીએ કરાર પર હસ્તાક્ષર
વાર્તા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારતમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે ચાલી રહેલા વિવાદ છે. ટ્રમ્પનું પ્રશાસન વ્યાપાર ફી અને ચીન સાગરમાં ચીનના આક્રમક સૈન્ય યુદ્ધાભ્યાસને લઈ નારાજગી ચાલી રહી છે. રાજનાથ સિંહ અને જયશંકરે સોમવારે સમકક્ષો સામે અલગ-અલગ વાર્તા પણ કરી હતી. બંન્ને પક્ષો પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર પણ સંક્ષિપ્ત ચર્ચા કરી હતી. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, બંન્ને પ્રધાનો આ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે, અમેરિકી પ્રધાનની યાત્રા દરમિયાન બીઈસીએ કરાર પર હસ્તાક્ષર થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એસ્પર અને પોમ્પિઓની આ યાત્રા મહત્વની છે. અમેરિકામાં 3 નવેમબરના રાષ્ટ્રપતિ ચૂંટણી છે.
હૈદરાબાદ હાઉસમાં વાર્તા પહેલા અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ અને રક્ષા પ્રધાન એસ્પરે આજે નેશનલ વૉર મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ આર્પિત કરી હતી.