ETV Bharat / bharat

હેમર મિસાઇલથી સજ્જ હશે રાફેલ, ચીન પાસે પણ નથી આ ક્ષમતા - રાફેલ લડાકુ વિમાન હેમરથી સજ્જ

રાફેલ લડાકુ વિમાન 29 જુલાઈએ ભારત પહોંચશે. પ્રથમ બેચમાં પાંચ વિમાનો આવી રહ્યા છે. ભારતે ફ્રાન્સ સાથે વર્ષ 2016માં ભારતીય વાયુ સેનાની જરૂરીયાતોને પહોંચી વળવા માટે 60 હજાર કરોડ રૂપિયાથી વધુના 36 રાફેલ વિમાન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

રાફેલ
રાફેલ
author img

By

Published : Jul 23, 2020, 5:25 PM IST

નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ભારત-ચીન તણાવ વચ્ચે ભારતને ટૂંક સમયમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટની પ્રથમ ડિલીવરી મળશે. ભારતીય વાયુસેના તેને વધુ શક્તિશાળી બનાવવા માટે હેમર મિસાઇલથી સજ્જ કરશે. તેની વિશેષતા એ છે કે તે 60-70 કિ.મી.ની રેન્જમાં દુશ્મનના દરેક નિશાનાઓને નષ્ટ કરી શકે છે. બંકર ગમે તેટલું સલામત હોય તો પણ તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.

હેમર મિસાઇલ એક મધ્યમ રેન્જની મિસાઇલ છે. એકવાર હેમર મિસાઇલ રફેલમાં સજ્જ થઈ ગયા પછી, બંકર કેટલા મજબૂત છે તે ધ્યાનમાં લીધા વગર, દુશ્મનના બંકરોને સરળતાથી નિશાન બનાવી શકાય છે. તેનો ઉપયોગ પૂર્વીય લદ્દાખ જેવા પર્વતીય વિસ્તારોમાં સરળતાથી થઈ શકે છે.

ફ્રેન્ચ કંપનીએ પણ હેમર મિસાઇલના ઓર્ડરને મંજૂરી આપી દીધી છે. ફ્રેન્ચ કંપની રાફેલ વિમાનમાં હેમર મિસાઇલ તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. તે ટૂંક સમયમાં ભારતીય સૈન્યને હેમર મિસાઇલ ઉપલ્બ્ધ કરાવશે.

ફ્રાન્સે ખાતરી આપી છે કે તે કટોકટી જેવી પરિસ્થિતિમાં શોર્ટ નોટિસ પર મિસાઈલ ઉપલબ્ધ કરાવશે. ફ્રેન્ચ એરફોર્સ અને નેવી પાસે આ મિસાઇલ છે.

મળતી માહિતી મુજબ ફ્રાન્સે હેમર મિસાઇલ અન્ય દેશો માટે રાખી છે. પરંતુ જરૂર પડે તો તે ભારતને આપશે.

વાયુ સેના આ કાર્યવાહી ઇમરજન્સી પાવર ફોર એક્વિઝિશન ગિવેન અંતર્ગત કરી રહી છે. આ હુકમ મુજબ, ભારતીય સેનાને સંરક્ષણ મંત્રાલયના ડીએસી વિભાગ દ્વારા સશક્તિકરણ આપવામાં આવ્યું છે કે 300 કરોડ સુધીના ભંડોળનો ઉપયોગ હાલની પરિસ્થિતિમાં શસ્ત્રો ખરીદવા માટે થઈ શકે છે.

29 જુલાઈના રોજ ભારતને પાંચ રાફેલ વિમાનની પહેલી બેચ મળશે. આ લડાકુ વિમાન 29 જુલાઇએ અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચશે. આ રાફેલ વિમાન અનેક મિસાઇલોથી સજ્જ હશે. રાફેલ વિમાનને 17 ગોલ્ડન એરો કમાન્ડિંગ અધિકારીઓના પાયલટ દ્વારા ઉડાન ભરાવવામાં આવશે. આ વિમાનોને 20 ઓગસ્ટે એરફોર્સના કાફલામાં સમાવેશ કરવામાં આવશે.

ભારતે ફ્રાન્સ સાથે વર્ષ 2016 માં ભારતીય વાયુ સેનાની જરૂરીયાતોને પહોંચી વળવા માટે 60 હજાર કરોડ રૂપિયાથી વધુના 36 રાફેલ વિમાન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.