નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળને સંબોધિત કરતા રક્ષાપ્રધાન રાજનાથસિંહે કહ્યુ હતું કે, 'ભારતે દુનિયાના એક પણ દેશ ઉપર ક્યારેય હુમલો નથી કર્યો, પોતાની શક્તિના જોરે કોઈ દેશની એક ઈંચ જમીન ઉપર કબ્જો નથી કર્યો. પરંતુ ભારત ઉપર જો કોઈ નજર નાંખશે તો અમારી સેના તેનો જવાબ આપવા માટે સક્ષમ છે.'
રાજનાથસિંહે ભારતીય નૌસેનાને પ્રોત્સાહીત કરતા અને વિશ્વાસ અપાવતા કહ્યુ હતું કે, આપણું દરિયાઈ ક્ષેત્ર સંપુર્ણ રીતે સલામત છે. 26/11 હુમલાનું પુનરાવર્તન ન થાય તે માટે નૌસેના સજ્જ છે.
રક્ષાપ્રધાને ઉમેર્યુ હતું કે, ભારતનું નૌકાદળ પહેલાની સરખામણીમાં મજબુત થયુ છે. નૌસેના ભારતમાં બનેલા ઉપકરણો અને શસ્ત્રોનો વધુમાં વધુ ઉપયોગ કરી રહી છે.